Thursday, October 4, 2012
Wednesday, September 5, 2012
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
ઘર માટે, સમાજ માટે, દેશ માટે..
પણ પહેલા પોતાના માટે કઈક કરી બતાવવું છે...
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
ભૂતકાળની ભૂલોમાંથી શીખી, ભવિષ્યનો પાયો મજબૂત
કરી
વર્તમાન ક્ષણમાં ભરપૂર જીવવું છે...
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
ના બીજા પર આધાર રાખી, ના એકલા અટૂલા રહી..
સ્વમાન, સાહસ, ઉત્સાહ અને શ્રધ્ધાનો સહારો લઈ
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
ક્યાં સુધી નસીબનો દોષ દેવો, ક્યાં સુધી તકની રાહ
જોવી..
કોઈ તારા માટે શું કામ કંઈ કરે, હવે તો બસ....
કંઈક તો કરવું છે, કંઈક કરી બતાવવું છે..
Subscribe to:
Posts (Atom)