Thursday, November 19, 2009

My Creation




My Creation, 19-11-2009


મને નથી ખબર હું શું કરી રહ્યો છું,
મૃગજળ ની તલાશ માં આમતેમ ભટકી રહ્યો છું.

મને હસતો જોઇને કેટલા ચેહરા નિરાશ થાય છે,
અરે હાસ્ય! એટલે જ તારાથી સબંધ તોડી નાખવાનું મન થાય છે!!

રુદન બાદ સુઝી ગયેલી લાલ આંખો પ્રશ્નો ઉભા કરે છે.
અમસ્તા જ જવાબ આપી દુ છું કે "એ તો જરા શરદી થઇ ગયી!"

નથી જાણતા પ્રેમનો સાચો અર્થ એ લોકો,
જે બીજાને પ્રેમમાં જીવતા મારતા શીખવાડે છે.

દુનિયાના ગળે વાત તું શું ઉતારીશ પત્રકાર "વિજય"
તારા જ મનને નથી ફોસલાવી શકતો તું.

રીક્ષા,બસ,ટ્રેન ફરી ફરી ને આવી,
ના આવી તો બસ "એ" ન આવી.......

1 comment: